પાટણ ચોક્સી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળ એસોશીએશન દ્રારા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે અંબાજી પદયાત્રિકો માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો…

સેવા કેમ્પમાં લાઈવ ફૂલવાડી અને ગરમા ગરમ ચા નાસ્તો તેમજ મેડિકલ કેમ્પ સહિત મિનરલ વોટર પાણીની વ્યવસ્થા પદયાત્રિકો માટે કરવામા આવી છે.

પાટણ તાલુકાના હાજીપુર અને કામલીવાડા વચ્ચે પદયાત્રિકો માટે સેવા કેમ્પનું કરાયું આયોજન.

પાટણ ચોક્સી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળ એસોશીએશન દ્રારા પાટણ તાલુકાના હાજીપુર અને કામલીવાડા વચ્ચે પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પમાં લાઈવ ફૂલવાડી અને ગરમા ગરમ ચા નાસ્તો તેમજ મેડિકલ કેમ્પ સહિત મિનરલ વોટર પાણીની વ્યવસ્થા પદયાત્રિકો માટે કરવામાં આવી છે.

ભાદરવા સુદ 9 ના આજે સોમવારના રોજ બપોરે 12 : 30 કલાકે પાટણ ચોક્સી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળ એસોશીએશનના અંબાજી પદયાત્રિકો માટે પાટણ  ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલના વરદ હસ્તે કેમ્પનું ઉદ્ઘાટન કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જયારે આ સેવા કેમ્પમા શ્રી ચોક્સી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળ એસોશીએશન ના પ્રમુખ દિલીપભાઈ મોદી ઉર્ફે (લાલાભાઇ ) અને મહામંત્રી શ્રીરાજભાઈ સોની સહિત શ્રી ચોક્સી મહાજન પાટણ ઝવેરી બજારના તમામ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પદયાત્રિકોની સેવામા રાત દિવસ ખડે પગે રહિને અંબાજી તરફ જતા પદયાત્રિકોને સેવાનું ઉત્તમ કાર્ય પૂરું પાડવામાં આવી રહ્યું છે તો ધારાસભ્ય કિરીટભાઈ પટેલની સાથે મોદી સમાજના પ્રમુખ ડોક્ટર વિપુલભાઈ મોદી અને અન્ય લોકોનું પણ ચોક્સી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળ દ્વારા ખેસ પહેરાવીને સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું તો પાટણના કિરીટભાઈ પટેલના વરદ હસ્તે રીબીન કાપીને સેવા કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને  ધારાસભ્ય કિરીટભાઈ પટેલ  ડોક્ટર વિપુલભાઈ મોદી એ ગરમા ગરમ ફૂલવડી અને ચાના નાસ્તાની મજા માણી તેઓ વર્ષો વર્ષ આવા સેવા કેમ્પો કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને માં જગદંબા તેઓના પરિવાર અને ધંધા રોજગારમાં તરક્કી આપે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી તો પાટણ ચોકસી મહાજન ઝવેરી બઝાર મિત્ર મંડળના પ્રમુખ લાલાભાઇ મોદીએ પણ માં જગદંબા શક્તિ આપશે તે પ્રમાણે દર વર્ષે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરતા રહીશુ તેમ જણાવ્યું હતું……..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here