પાટણ તા. ૧૧
પાટણ શહેર સહિત જિલ્લા માથી કુલ ૫ વ્યક્તિ સાથે રાજ્યના ૪૫ વ્યક્તિઓને અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ૨૦૨૫-૨૬ થી આગામી સમયમાં ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવશે.
હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા કલા, સંગીત, સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ, પર્યાવરણ જેવા કોઈપણ ક્ષેત્રે સારી કામગીરી, ફરજ નિભાવી રહેલી અને ઓછી પ્રચલિત હોય તેવી વ્યક્તિ, સંસ્થા, સમુદાયને પુરસ્કૃત કરવા સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનારી અને પોતાના વિસ્તારની ઓળખ સમી વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરિમાથી સન્માન થાય તે માટે હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા દર વર્ષે આ એવોર્ડ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.
ત્યારે આગામી સમયમાં ગાંધીનગર ખાતે આયોજિત આ સન્માન કાર્યક્રમમાં પાટણ જિલ્લા માથી ભગવતદાન ગઢવી લોક સાહિત્ય,જીતેન્દ્ર ઓતિયા કલા સંવર્ધક,
યાગ્નિક ચૌહાણ કલા સંવર્ધક,પ્રાચીબેન પ્રજાપતિ ભરત નાટ્યમ અને અહેમદ અબ્બાસ બાલવા ચિત્રકલા ક્ષેત્રમાં પોતાની ઓળખ ઉભી કરવા બદલ એવોર્ડ- પુરસ્કાર એનાયત કરાનાર છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




