પાટણ ચિટનીસ ટુ કલેકટર તરીકે ફલજીભાઈ ચૌધરી ની વરણી કરાઈ..
પાટણ તા. ૧૦
પાટણ જિલ્લાના પાટણ, રાધનપુર, શંખેશ્વર, સમી અને ચાણસ્મા એમ 5 મામલતદારોની બદલી કરાઇ છે.
જેમાં વી.જી.રાવલ પાટણ ગ્રામ્યથી માંડલમાં, વિક્રમ બી.દેસાઇ રાધનપુરથી મહેમદાવાદ, દિનેશભાઇ ડી.પંડ્યાની શંખેશ્વરથી સાંતલપુર, અનિલકુમાર બી.પરમારની સમીથી સુઇગામ અને નવિનચંદ્ર જે.નાયીની ચાણસ્માથી કલોલ બદલી કરી છે.
ખાલી પડેલ જગ્યાઓ પર હંગામી ધોરણે બઢતી સાથે બદલી થઈને અન્ય જિલ્લા માંથી પાટણ જિલ્લામાં મામલતદાર મૂકાયા છે જેમાં હવે મુકેશભાઇ વી.ચૌધરી બનાસકાંઠાથી પાટણ(ગ્રામ્ય), વિજયદાન એમ.ગઢવી બનાસકાંઠાથી ચાણસ્મા. પ્રિયલ એસ.દેસાઇ મહેસાણા પીઆરઓથી પાટણ, ભરતસિંહ એ.ચાવડા સતલાસણા થી રાધનપુર અને હરગોવિંદભાઇ જે. પરમાર સુરેન્દ્રનગર થી સમી મુકાયા છે. નાયબ મામલતદાર સંજયકુમાર એચ.દેસાઇના પાટણથી પ્રાંતિજ મામલતદાર તરીકે બદલી કરાઇ છે.
પાટણમાં કલેકટર કચેરીમાં ચીટનીશ ટુ કલેકટરની જગ્યા લાંબા સમયથી ખાલી પડી હતી આ જગ્યા ઉપર હવે વિસનગરમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ફલજીભાઈ ચૌધરીની પાટણ ચીટનીશ ટુ કલેક્ટર તરીકે મુકાયા હોવાનું જાણવા મળ્યું છે.



