પાટણ જિલ્લાની આશા વર્કરોની પડતર માંગણીઓ સરકાર નહીં સંતોષે તો ઉગ્ર આંદોલનની ચિમકી..

આશા વર્કર મહિલાઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓ સાથે આવેદનપત્ર આપી સુત્રોચ્ચાર કયૉ…

પાટણ તા. ૭
પાટણમાં આશા વર્કર મહિલાઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને મંગળવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ નિવાસી કલેકટર ને આવેદનપત્ર સાથે રજુઆત કરી હતી.
આશા વકૅરોની પડતર માંગણીઓ માટે ની રજુઆત કરવામાં મોટી સંખ્યામાં જિલ્લામાંથી આંશા વર્કર મહિલાઓ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી.
આશા વર્કરોએ પોતાની પડતર માંગણીઓ સાથે આપેલા આવેદનપત્ર મા જણાવ્યું હતું કે આશા વકૅરોને ઓનલાઇન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરવી,સમાન કામ સમાન વેતન, વેતનનો કાયદો લાગુ કરવા, ઇનસેન્ટિવ પ્રથા રદ કરવા,કાયમી કર્મચારી બનાવવા સહિતના 11 મુદ્દાઓની માંગ સાથે તેઓની પડતર માંગણીઓનો ઉલ્લેખ કર્યો હોવાની સાથે આશા વર્કર મહિલાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી આશા વકૅરોની સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની આશા વકૅર મહિલાઓએ ચીમકી આપી હતી.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here