
પાટણ તા. ૧
હારીજ તાલુકાના અડીયા મુકામે અંબાજી જતા પદ યાત્રાળુઓની સેવા અર્થે
પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા સતત બીજા વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે સેવા કેમ્પને સોમવારે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિઘવ સહિત રાજકીય સામાજિક આગેવાનો સાથે હોમગાર્ડ યુનિટના અધિકારીઓ- પદાધિકારીઓ ની વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ભાદરવી પૂનમના પાવન અવસરમાં અંબાજી જતા વઢિયાર ધરાના શ્રદ્ધાળુ
ઓ માટે કાયૅરત કરવામાં આવેલા આ સેવા કેમ્પની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ના આગેવાનો એ સરાહના કરી પદયાત્રીઓ ને આ સેવા કેમ્પનો લાભ લેવા જણાવી પગપાળા યાત્રા ની શુભેચ્છાઓ સાથે જય અંબે નો જયઘોષ કરી સમગ્ર વાતાવરણ ને જગત જનની જગદંબા મય બનાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




