વહીવટી પ્રમુખ તરીકે ચિંતનભાઈ પ્રજાપતિ ની વરણી કરાઈ…

પાટણ તા. ૨૦
પાટણ નગરપાલિકા સંચાલિત શ્રી મ.ક.જીમખાના – પાટણના નવીન હોદેદારો ની વરણી નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ઉપસ્થિતિમા જનરલ સભામાં રવિવારે કરવામાં આવી હતી.જેમા વહીવટી પ્રમુખ તરીકે ચિંતનભાઈ પ્રજાપતિની સવૉનુમતે વરણી કરવામાં આવતાં તેમના બહોળા મિત્ર વર્તુળે તેમની આ વરણી ને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ચિંતનભાઈ પ્રજાપતિ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે રમત ગમત ક્ષેત્રમાં પણ વિશેષ યોગદાન રહ્યું હોય તેઓની જીમખાનાના વહીવટી પ્રમુખ તરીકે ની વરણી થી પાટણ ના રમતવીરો ને પ્રોત્સાહન મળશે તેવી આશા પાટણ ના ખેલાડીઓએ વ્યકત કરી છે. આ સાથે નવીન હોદ્દેદારોમા જગદીશભાઈ આર .પટેલ (વાસુભાઈ) વહીવટી ઉપપ્રમુખ, નિલેશભાઈ એન.પટેલ મહામંત્રી, અરવિંદભાઈ જી. પટેલ (સહમંત્રી) જયારે કારોબારી સભ્યોમાં મનોજભાઈ કે પટેલ, અજયભાઈ બી પટેલ, જય પ્રકાશ એમ પટેલ, સુમિતભાઈ પ્રજાપતિ, અજયભાઈ મોદી, જીગરભાઈ મહેતા, હાર્દિક રાવલ , રાકેશભાઈ પટેલ, વિકાસ પટેલ, આશિષભાઈ તન્ના, રણછોડભાઈ પટેલ, ઉત્તમભાઈ ડોડીયા, મુકેશભાઈ પટેલની સવૉનુમતે વરણી કરવામાં આવી હતી.



