પાટણ તાલુકા ના 22 ગામોના તળાવમાં પાણી છોડવા પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરતાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ..

પાટણ તા.૨૮
પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલે પાટણ તાલુકાના ૨૨ ગામોના સુકાઈ ગયેલ તળાવોમાં પાણી છોડવા માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ તાલુકા ભાજપ પ્રમુખે કરેલ રજૂઆત માં જણાવ્યું છે કે ઉનાળાની સિઝન માં પાકને પાણીની તીવ્ર જરૂરિયાત છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી જેના કારણે ઉનાળુ પાક સુકાઈ રહ્યા છે.પાટણ તાલુકાના સંડેર,ફૂલેસણા, વડલી, ખાનપુરડા,ખારીવાવડી, માનપુર,ખાનપુર,રાજકુવા,અનાવાડા, ધાયણોજ, બાદિપુર,કતપુર,કુણઘેર,ભલગામ,હનુમાનપુરા, ચંદ્રુમાણા,દુધરામપુરા,ભદ્રાડા,નોરતા,બાલીસણા તેમજ વીસલવાસણા સહિતના ગામોના તળાવમાં સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડવામાં આવે તો આ ગામના ખેડૂતોને રાહત મળે અને સુકાઈ રહેલા પાકો બચાવી શકાય તેમજ પશુઓને પણ પીવાના પાણીની સમસ્યા માંથી મુક્તિ મળશે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ :-યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here