ઐતિહાસિક પ્રાચીન નગરી પાટણ માં ગુરૂ શ્રી ભીખનશાહ પીરદાદા મંદિર નાનીસરાના પ્રાગણ માં ગુરૂશ્રી ની તિથી નિમિત્તે શોભાયાત્રા અને ૧૦૮ દિવા ની મહાઆરતી પ્રસાદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે વૈશાખ માસ ના ચાર શુક્રવાર ગુરૂજી ના પૂજા અર્ચના પ્રસાદ નૈવેધ હોઈ નાનીસરા પરિવાર ના સભ્યો કંદોરિયા દીઠ દર વર્ષે ગુરૂને મળિદાનો (રોટલી ઘી ગોળ ચુરમુ) નો પ્રસાદ કરે છે અને પ્રથમ કે ચોથા શુક્રવાર નાં રોજ ગુરૂ મહારાજ પૂજા અર્ચના કરી શોભાયાત્રા નીકાળે છે જે પરંપરાગત મુજબ નિભાવવામાં આવી હતી શ્રી ગુરૂ મહારાજ ની મહાઆરતી કરી પ્રસાદ આપવામા આવી હતી. કંથરાવિયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ ના પાર્થ પરમાર એ જણાવ્યુ હતુ કે અમારા ગુરૂ ભિખનશાહ પીરદાદા ગુરુ ખેંગારસ્વામી બાપુ એ સાથે રહીને અમારા પૂર્વજો, વડીલોને વચન આપ્યું હતું કે તમારાં વંશ માટે શેર માટી બાળકની ખોટ પુરી થશે.


આ ૫૦૦ વર્ષ જૂના ઇતિહાસની વાત છે. ગુરૂઓએ નાનીસરાના કંદોરિયાઓએ દારૂ પીવો નહી તેવું વચન અમારા પૂર્વજો, વડીલોને આપેલ હતું. તે ટેક વચનને જાળવી રાખી ત્યારથી કંથરાવિયા નાનીસરા પરીવાર વંશ આગળ વધી રહ્યો છે. કંથરાવિયા પરીવારની શેર માટી બાળકની ખોટ પુરી થતાં કંદોરિયા દીઠ સવાશેર પ્રસાદ રોટલી ઘી ગોળ ચુરમુ મળિદાનો પ્રસાદ કરવાનો રહેશે, તેમ ગુરુઓએ પૂર્વજ વડીલો ને કહ્યું હતું. આજે પણ અમે આ પ્રસાદ કરીએ છીએ અને અમારી શેર માટી બાળકની ખોટ ગુરૂઓ પુરી પાડે છે. સાથે અમોને કોઈપણ પ્રકારની મુસીબતોથી બચાવે છે અમારી રક્ષા કરે છે. એમ પાર્થ પરમારે વધુમાં જણાવ્યું હતું. આ નિમિત્તે સવારે શોભાયાત્રા નીકળી હતી જેમાં નાનીસરા પરીવાર તેમજ આજુબાજુના લોકો અને નાના બાળકથી મોટા લોકો ગુરુજીની શોભાયાત્રામાં જોડાઈને નાચ્યા, ગરબે રમ્યા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ શિરા નો મહાપ્રસાદ ભાવિક ભકતો દ્વારા ગ્રહણ કરવામાં આવ્યો હતો. દૂર દૂરથી લોકો કાર્યક્રમને જોવા માણવા આવ્યાં હતાં અને ધાર્મિક કાર્યક્રમ નિહાળી અને ગુરૂ ભિખનશાહ પીરના મંદિરે દર્શન કરી આશીર્વાદ લઈને ખુશી વ્યકત કરી હતી.



