પાટણ નારાયણી વુમન્સ હોસ્પિટલના ડો. પ્રિયાંશી પટેલ પોતાના જન્મદિને અબોલ જીવો માટે પાણીની કુંડીઓનું વિતરણ કર્યું.

શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આશ્રય લઈ રહેલા વાંદરાઓ અને શ્વાનો માટે પણ પાણીની કુંડીઓ અર્પણ કરાય…

પાટણ તા. ૧૫
પાટણ શહેરના બગવાડા દરવાજા સમીપ આવેલ મણીભદ્ર હાઇટ્સ ખાતે તાજેતરમાં પ્રારંભ કરવામાં આવેલ ડો. પ્રિયાંશી પટેલ ની અત્યાધુનિક નારાયણી વુમન્સ હોસ્પિટલ દ્વારા માનવ સેવાની સાથે સાથે અબોલ જીવોની સેવાઓનું પણ ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ગતરોજ નારાયણી વુમન્સ હોસ્પિટલ ના ગાયનેક ડો.પ્રિયાંશી પટેલે પોતાના જન્મ દિવસની ઉજવણી પણ પોતાના પરિવાર સહિત નારાયણી હોસ્પિટલના સ્ટાફ સાથે સેવા કાર્યો થકી કરવામાં આવી હતી.
ડો. પ્રિયાંશી પટેલ ના જન્મ દિવસની નારાયણી હોસ્પિટલના સ્ટાફ દ્વારા વેજીટેબલ કેક કાપી એકબીજા નું મો મીઠું કરાવ્યા બાદ ડો.પ્રિયાંશી પટેલ ના વરદ હસ્તે અબોલ જીવો ને પાણી પીવા માટે તૈયાર કરાયેલ સિમેન્ટની કુંડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સિમેન્ટ ની ૬ કુંડીઓ પદ્મનાભ વાડી પરિસરમાં આશ્રય લઈ રહેલા વાનરો અને શ્વાનોને પાણી પીવા માટે ડો. પ્રિયાંશી પટેલ દ્વારા અપૅણ કરાતા પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિત પાટણ પ્રજાપતિ સમાજે ડો.પ્રિયાંશી પટેલ ની પોતાના પિતા દિલીપભાઈ પટેલ ના સેવા કાર્યો ની રાહ પર ચાલવા બદલ સરાહના કરી તેઓના જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here