ગુજરાત સહિત દેશભરની 40 ટીમો સ્પર્ધા મા ભાગ લેશે…

પાટણ તા. 17
પાટણ જિલ્લાના ચારૂપ ખાતે ’10મી સબ જુનિયર નેશનલ ડોજબોલ ચેમ્પિયનશિપ 2025-26’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ડોજબોલ એસોસિએશન પાટણ જિલ્લાના નેતૃત્વ હેઠળ આયોજિત આ ચેમ્પિયનશિપમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો માંથી કુલ 40 ટીમો ભાગ લઈ રહી છે.
આ ટુર્નામેન્ટ ભારતમાં ડોજબોલ રમતને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય મંચ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવી છે.
40 ટીમોની ભાગીદારી સ્પર્ધાની ભવ્યતા અને રાષ્ટ્રીય સ્તરની પ્રતિસ્પર્ધાને દર્શાવે છે.
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મેદાનમાં યુવા ખેલાડીઓનો ઉત્સાહ, શિસ્ત અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી.
આવા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો માત્ર ગુજરાતનું ગૌરવ વધારતા નથી, પરંતુ યુવાનોને રમત ગમત પ્રત્યે પ્રોત્સાહિત કરીને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે.
આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે બી.સી.સોલંકી,વી.સી.બોડાણા,સરગરાજી,બલદેવભાઈ દેસાઈ,દિલીપસિંહ રાજપૂત,ગિરીશભાઈ મોદી, રમેશભાઈ દેસાઈ, શૈલેષભાઈ પટેલ, પ્રહલાદજી ઠાકોર,ડૉ.કેતનભાઈ, ટીમના કોચ અને વિવિધ રાજ્યો માંથી પધારેલા ખેલાડીઓ ગામના સરપંચ રાજેન્દ્રસિંહ અને ચેરમેન મહિપતસિંહ સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



