પાટણ તા.૨૭
પાટણ શહેરની દેવ સોસાયટીના આગળના ભાગે રોડની સાઇડ માંથી મંગળવારે એક અજાણ્યા યુવકની લાશ પડેલ હોવાની જાણ પાટણ બી ડિવિઝન પોલીસ ને થતાં પોલીસે તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે લાશને ખસેડી લાશની ઓળખ વિધી માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઉપરોક્ત લાશના સગા સંબંધીઓને પાટણ સીટી બી ડિવિઝન પોસ્ટે જાણ કરવા જણાવાયું છે.



