પાટણ ની બી.ડી. હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલ જૈન મંદિર ને અજાણ્યા ચોર ઈસમે નિશાન બનાવ્યુ..

રૂ. 23 હજારના મુદામાલ ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ…

પાટણ તા. 7
પાટણ શહેરની બી.ડી. હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હોવાની પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવા પામી છે.
ગત તા.5 જુલાઈ ની સાંજથી તા. 6 જુલાઈની સવાર દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અજાણ્યા ચોર ઈસમે દેરાસરમાં પ્રવેશી ભગવાનની ચાર મૂર્તિઓના આઠ ચાંદીના ચક્ષુ અને ભમર સાથે કુલ 14 ચાંદીના ટીકાની ચોરી કરી ગયો છે. આ ચાંદીના ટીકાનું વજન આશરે 200 ગ્રામ અને કિંમત રૂ. 15,000 થાય છે. ચોરે મંદિરમાં રાખેલી દાનપેટીનું લોક પણ તોડી તેમાંથી રૂ. 8,000 ની રોકડ પણ ચોરી કુલ રૂ.23,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હોય આ ઘટના અંગે જૈન સમાજના નિવૃત્ત અગ્રણી ધીરજલાલ પુનમચંદ આલમચંદ શાહે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here