પાટણ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી ને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ISO 21001:2018 પ્રમાણપત્ર પ્રાપ્ત થયું..

પાટણ તા. ૩
પાટણ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, જે છેલ્લા 67 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને મૂલ્યો સાથે અગ્રેસર છે, તેને પ્રતિષ્ઠિત ISO 21001:2018 પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.
આ પ્રમાણપત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે એજ્યુકેશનલ ઓર્ગેનાઈઝેશન મેનેજમેન્ટ સિસ્ટમ્સ માટેની ઊંચી કક્ષાની માન્યતા છે, જે NGES ના કાર્યક્ષેત્રને વૈશ્વિક વિશ્વાસ અને ગૌરવ આપે છે.
NGES હેઠળ હાલ 10 કોલેજો અને 3 શાળાઓ કાર્યરત છે. સંસ્થાનું ધ્યેય માત્ર શૈક્ષણિક શ્રેષ્ઠતા પૂરતી નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, જીવન કૌશલ્ય અને સર્વાંગી વિકાસ ઘડવાનું છે.
આ અવસરે, NGES ના ડૉ.જય ધ્રુવ એ જણાવ્યું કે આ સિદ્ધિ અમારા માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે.નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી હંમેશાં ભારતીય મૂલ્યો સાથે શિક્ષણ આપવાની અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.
ISO 21001:2018 પ્રમાણપત્ર એ વિશ્વ મંચ પર અમારા સંકલ્પનો સશક્ત પુરાવો છે. આ સિદ્ધિ માટે, છેલ્લા વર્ષોથી એનજીઈએસના મૂલ્યો સાથે શિક્ષણના આ સફરમાં સાથ આપનાર તમામ વ્યક્તિઓનો તેઓએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આ મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે, NGES એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતના શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, સંસ્કાર,પર્યાવરણ જાગૃતિ અને વૈશ્વિક પ્રતિષ્ઠાનો નવો ધોરણ સ્થાપિત કર્યો હોવાનું જણાવ્યું હતું.


અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here