પાટણ તા. ૧૪
પાટણ શહેર માં પાલિકા દ્વારા સરકાર ની વીવિધ ગ્રાન્ટ માંથી રોડ-રસ્તા ના કામો શરૂ કરવામાં આવ્યા છે તો શહેરના કેટલાક મહોલ્લા – પોળોના વિસ્તારોમાં રોડ નું પેચ વર્ક નું કામ શરૂ કરાયુ છે.
પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૩-૨૪ ની ગ્રાન્ટ અંતગર્ત વૉર્ડ નંબર ૭ ના જુનાગંજ બજારમાં આવેલ ચોવીસી ની શેરીમાં રૂ. ૧૨.૯૬ લાખના ખર્ચે સી.સી.રોડ બનાવવાના વિકાસલક્ષી કામ ગતરોજ શરૂ કરવામાં આવ્યું છે.
પાલિકા દ્વારા ચોવીસીની શેરીમાં હાથ ધરવામાં આવેલ સીસી રોડ ની કામગીરી ને લઇ વિસ્તારના રહીશો મા ખુશી જોવા મળી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



