પાટણ પ્રજાપતિ સમાજના દરેક કાર્યમાં સહયોગી બનતા કે.સી.પટેલ નો આભાર વ્યક્ત કરતાં સમાજ આગેવાનો…

પાટણ તા.૩૧
પાટણ પ્રજાપતિ સમાજના સામાજિક- ધાર્મિક કે અન્ય કોઈ પણ કાર્યમાં હમેશાં પરિવારની ભાવના સાથે ઉભા રહેતા પાટણ ના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી,ભાજપ સદસ્યતા અભિયાન ના પ્રદેશ સંયોજક તેમજ હુડકો ના સ્વતંત્ર ડીરેકટર એવા શ્રીયુત કે.સી.પટેલ દ્વારા ભગવાન શ્રી પદ્મનાભજી ના સપ્તરાત્રી મેળા ના આયોજન મા વહીવટી કામગીરી મા સહયોગી બનવા બદલ ગુરૂવારે તેઓના નિવાસ સ્થાને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, ટ્રસ્ટી દશરથભાઈ પ્રજાપતિ,કલ્પેશભાઈ સ્વામી, રમેશભાઈ સ્વામી સહિત સમાજ આગેવાન શાંતિભાઈ સ્વામી,કમલેશભાઈ સ્વામી,નિરુભાઈ પ્રજાપતિ,મુકેશભાઈ પ્રજાપતિ,કનુભાઈ ઝવેરી, ઈશ્વરભાઈ પ્રજાપતિ, દિનેશ
ભાઈ પ્રજાપતિ,પૂવૅ કોર્પોરેટર ચેતનાબેન પ્રજાપતિ એ શાલ ઓઠાડી આભારની લાગણી વ્યકત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here