ભાજપના રાજકીય આગેવાનો અને કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહેશે..
શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત મંદિર સેવા સમિતિ દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ…
પાટણ તા. ૩૧
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના આગામી તા.3 નવેમ્બર થી તા.9 નવેમ્બર દરમિયાન યોજા
નાર સપ્ત રાત્રી રેવડીયા મેળાનો પ્રારંભ ડીસાના જાણીતા ઉધોગપતિ અને ધારાસભ્ય સહિતતાજેતરમાં જ જેઓને ગુજરાત રાજ્ય ના વન અને પર્યાવ
રણ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તેવા યુવા,ઉત્સાહી શ્રીયુત પ્રવિણભાઈ માળી ના વરદ હસ્તે કરવામાં આવનાર છે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ભાજપના આગેવાનો, કાયૅકરો પણ ખાસ ઉપસ્થિત રહેશે.
શ્રી પદ્મનાભ ભગવાનના સપ્ત રાત્રી રેવડીયા મેળાના આયોજન ને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી પદ્મનાભ મંદિર સેવા સમિતીના સેવાભાવી સ્વયં સેવકો સહિત સમાજના આગેવાનો, યુવાનો દ્રારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી એ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી. પાટણ



