પાટણ ભગવતી નગર સોસાયટીમાં પુરૂષોત્તમ માસ નિમિત્તે આયોજિત કથા દરમ્યાન કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ..

યજમાન પરિવાર સહિત સોસાયટીના સૌ 8 રાસગરબા ની રમઝટ વચ્ચે નંદલાલા ને પારણામાં ઝુલાવવાનો લ્હાવો લીધો…

પાટણ તા. ૬
ધર્મની નગરી પાટણ શહેરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે પુરુષોત્તમ માસના મહિમાને વર્ણવતી કથાના આયોજન ભાવિક ભકતજનો દ્રારા કરવામાં આવતાં હોય છે.
ત્યારે શહેરના ભગવતી નગર સોસાયટી ના કોમન પ્લોટ મા યજમાન ભૂમિબેન મયંકભાઈ પટેલ પરિવારના યજમાન પદે સૌ સોસાયટી વિસ્તારના રહીશોના સહયોગથી કથા વકતા પ.પૂ. ધીરજભાઈ શાસ્ત્રીના વ્યાસ પીઠે પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથા નું નિત્ય રાત્રે ૮ થી ૧૧ ના સમય દરમ્યાન ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવેલ. આ કથા દરમ્યાન શુક્રવારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી મા યજમાન પરિવાર સહિત સોસાયટી ના સૌ રહીશોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગનભેદી નારા સાથે રાસગરબા ની રમઝટ જમાવી નંદલાલા ને હિંડોળે ઝુલાવવાનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.
ભગવતી નગર સોસાયટી ખાતે ભક્તિ સંગીત ના સુરો વચ્ચે કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરાતા સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણ ના રંગે રંગાયેલ જોવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here