કોઈટા ગામના ઠાકોર યુવક ને શોટૅ લાગતાં સારવાર માટે મુસ્લિમ સમાજે ધનરાશિ અપૅણ કરી કોમી એકતા ની મિશાલ ઉજાગર કરી..

ઓનલાઇન પેમેન્ટ ની સાથે રોકડ રૂ. 1 લાખ યુવકની સારવાર માટે પરિવારને અપૅણ કર્યા…

પાટણ તા. 6
સરસ્વતી તાલુકાના કોઈટા ગામે રાહુલજી મહાદેવજી ઠાકોર નામના યુવકને કરંટ લાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર નો મોટો ખર્ચ થતો હોવાથી ઠાકોર સમાજ દ્વારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા સોશિયલ મીડિયા ના માધ્યમથી ફંડ એકઠુ કરવામાં આવી રહ્યુ છે ત્યારે એમના કોઇટા ગામના મૂસ્લિમ સમાજ દ્વારા કોમી એકતાની મશાલ રૂપે આ જરૂરિયાત મંદ પરિવારના દીકરાની સારવાર માટે યથાશકિત ઑન લાઈન પેમેન્ટ સાથે અલગથી રૂપિયા એક લાખ નો રોકડ ફાળો એકત્ર કરી યુવકના પરીવારને આપવામાં આવ્યો હતો
આ ઘટના કોમી એકતાના પ્રતીક ઉત્તમ ઉદાહરણ બની છે.
મુસ્લિમ સમાજે ઇન્સાનિયત ધર્મ નિભાવી કોઈટા ગામની કોમી એક્તા બતાવી જણાવ્યું હતું કે તમે સાચા હૃદયથી ગમે તેની મદદ કરો કુદરત એનો બદલો વળતર સાથે તમને જરૂર આપી દે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here