વૃક્ષો ના જતન માટે ટી- ગાડૅ લગાવી સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યો..
23 જૂન ભારત વિકાસ પરિષદ પાટણ શાખા ના સ્થાપના દિવસ ની ઉજવણી અંતગૅત શહેરના સંસ્કાર ગાર્ડન સામેના માર્ગ પર વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
જેમાં વિવિધ પ્રકારના 51 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેના સંરક્ષણ માટે ટી- ગાડૅ લગાવવામાં આવ્યા હતા અને તમામ વાવેતર કરાયેલ વૃક્ષના જતન માટે સૌએ સંકલ્પ ગ્રહણ કરી સ્થાપના દિવસ ની ઉજવણી ને યાદગાર બનાવ્યો હતો.
ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા અત્યાર સુધીમાં 175 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનો સંપૂર્ણ રીતે જતન કરી આજે વટ વૃક્ષ બનાવી સાચા અર્થમાં હરિયાણા પાટણની વિભાવનાને ચરિતાર્થ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પયૉવરણ બચાવો અને વૃક્ષ વાવો ના મંત્રને મંત્રમુગ્ધ કર્યો છે.
ભારત વિકાસ પરિષદ પાટણના સ્થાપના દિવસની ઉજવણીને લઈને આયોજિત કરાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ,મંત્રી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



