પાટણ તા. ૭
અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાની મહિલા ટીમ દ્વારા શહેરની ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૬થી ૮ ની બાલિકાઓને માટે “181 અભ્યમ હેલ્પલાઇન” વિશેની માહિતી આપતો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં આજના સમયમાં જરૂરી એવી દિકરીઓને જાગૃત કરતી રસપ્રદ માહિતી 181 અભ્યમ ના કાઉન્સેલર આરતીબેને સુવિસ્તાર આપી હતી.
આ કાર્યક્રમમાં સિદ્ધહેમ શાખાના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ કારોબારી સભ્ય હસમુખભાઈ સાથે શાળા પરિવાર ના શિક્ષકગણ,વિદ્યાર્થીની
ઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆતમાં સૌ મહેમાનોનું શાળા પરિવારે સ્વાગત સાથે કુમકુમ તિલક કરી આવકાયૉ હતા.
કાર્યક્રમને સફળ બનાવવા મહિલા ટીમના સહસંયોજિકા હેતલબેન જોશી, ભૂમિબેન,ભારતીબેન, દિપ્તીબેન પ્રજાપતિ,ડો.વલ્લારી હાથી,ભૂમિ પટેલ સહિતની મહિલા ટીમે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન હર્ષિદાબેન સોનીએ જયારે આભાર વિધિ શાખાના પૂર્વ પ્રમુખ જયેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.




