પાટણ માંથી ૧૪ થી વધુ પગપાળા સંઘોનું માતાજીની માંડવીઓ સાથે જય અંબેના નાદ વચ્ચેઅંબાજી તરફ પ્રયાણ..

બગવાડા દરવાજા ખાતે બોલ માડી અંબેનો નાદ વચ્ચે પદયાત્રીઓને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યા માં લોકો ઉમટ્યા.

પાટણ તા. ૩
શકિત, ભકિત અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા આરાસુરી જગતજનનીના ધામમાં પૂનમના મીની મહાકુંભ મેળાનો વિધીવત રીતે પ્રારંભ થયો છે.
સાત દિવસીય આ મેળામાં ગુજરાત જ નહીં દેશભરના વિવિધ પ્રાંતો માંથી લાખો શ્રધ્ધાળુઓ અને પદયાત્રીઓ જગદંબાના ચરણ પખાળવા અને નવરાત્રીમાં મુજ ગામ… મારે આંગણે પધારવાનું મૈયાને આમંત્રણ આપવા કઠીન યાત્રામાં જોડાયા છે.
ત્યારે ભાદરવા સુદ દશમની રાત્રે પાટણ જિલ્લા અને શહેર માંથી ૧૪ થી વધુ સંઘોએ મા જગદંબાના જય જયકાર સાથે હજારોની સંખ્યામાં માતાજી ના રથ સાથે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.શહેરના બગવાડા ખાતે અંબાજી જતા પદયાત્રીઓ ને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
મંગળવારે રાત્રે પાટણ શહેર માંથી ઝીણીપોળ યુથ કલબનો જય અંબે પગપાળા સંઘ આ વર્ષે ૨૮ મા વર્ષે ૧૦૦ જેટલા પદયાત્રીકો સાથે માતાજીના રથને લઈને નીકળ્યા હતા.ગુર્જરવાડા યુથ કલબ,નાગરલીમડી યુવક મડળ,બીએસપી યુવક મંડળ, બત્તીવાડા
,હરસિદ્ધ પગપાળા સંઘ, શાહના પાડાનો મણીભદ્ર યુવક મંડળ,રાજપુર યુવક મંડળ,દ્વારકેશ યુવક મંડળ, બળીયાપાડા, કસારવાડા યુવક મંડળ,અનાવાડા પાટીદાર યુથ કલબ, લોટેશ્વર યુવક મંડળ ૧૪ થી વધુ સંધો સાથે વિવિધ મંડળોએ માતાજીની માંડવીઓ અને ધજા સાથે બોલ માડી અંબે જય અંબેના નાદ સાથે પોત પોતાના મહોલ્લા ખાતેથી વાજતે ગાજતે નિકળી બગવાડા દરવાજા ખાતે આવ્યા હતા. તમામ સંઘો બગવાડા ચોકમાં એકઠા થતાં ધાર્મિક મેળા
વડો જામ્યો હતો. ભક્તોએ મા જગદંબાનો જય જયકાર કરી અંબાજીના માર્ગો તરફ પ્રયાણ કર્યું હતું.
સંધોને વળાવવા માટે મોટી સંખ્યામાં લોકો માતાજીની માંડવી સાથે બગવાડા સુધી આવતા વાતાવરણ ભક્તિ મય બન્યું હતું. અને બગવાડા ચોકમાં બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગુંજયો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here