રાધે રાસોત્સવમાં ખેલૈયા ઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઓપરેશન સિંદુર ની થીમ પર મનમૂકીને નાચ્યા…

તમામ ખેલૈયાઓને બમ્પર ઈનામો ની વણઝાર થી નવાજી પ્રોત્સાહિત કરાયા…
પાટણ તા. ૭
પાટણમા માં નો પરિવાર મનનો વિરામ આયોજિત અંગદાન એ મહાદાન ના ઉદ્દેશ સાથે લેમોનેટ પાર્ટી પ્લોટ,કે.સી.પટેલ વિદ્યા
સંકુલ ખાતે રાધે રાસોત્સવનું ભવ્ય આયોજન બરોડાના ફેમસ ગરબા આર્ટિસ્ટ હેમાલી જોશી અને તેના કલાવૃંદના સથવારે કરાયું હતું.
આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ,
હુડકોના ડિરેક્ટર અને પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, અમદાવાદ હેલ્પફુલ સ્કૂલના ટ્રસ્ટી અપર્ણાબેન પંચોલી, સ્ટેજ આર્ટિસ્ટ અને ફિલ્મના એક્ટ્રેસ ઝંખનાબેન પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી રાધે રાસોત્સવ ભવ્ય રાસ ગરબામાં મન મૂકીને ગરબે રમેલા ખેલૈયાઓ અને બાળકોને બમ્પર ઈનામોની વણઝાર થી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
માં નો પરિવાર મનનો વિરામ આયોજિત રાધે રાસોત્સવ રાસ ગરબાનો મુખ્ય ઉદ્દેશ અંગદાન મહાદાન અભિયાન અંગે લોકજાગૃતિ અને બ્રેઇન ડેડ લોકોના અંગદાન દ્વારા બીજા અનેક લોકોને નવજીવન મળે તે સેવાકીય હેતુથી આયોજન કરાયું હતું.
પાટણમાં માં નો પરીવાર દ્વારા રાધે રાસોત્સવ રાસ ગરબા ના આયોજન પ્રસંગે કે. સી.પટેલ, દર્શક ત્રિવેદી,સ્નેહલ પટેલ
,યતીન ગાંધી,જયેશ પટેલ, કિશોર મહેશ્વરી, શાંતિભાઈ સ્વામી કમલેશભાઈ સ્વામી અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખેલૈયાઓ અને ઉપસ્થિત સૌ મહેમાનો માટે સુંદર આયોજન સાથે વ્યવસ્થા કરી સૌની માટે દૂધ પૌંઆની પ્રસાદ નું આયોજન કરી રાધે રાસોત્સવ ને યાદગાર બનાવ્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



