જીવદયાની ભાવના સાથે જીવદયા ભવન ને ઈલેક્ટ્રીક વજન કાંટો, ચણ અને અનાજનો જથ્થો અપૅણ કર્યો…

પાટણ તા. ૧૧
પાટણ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અને પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર મનોજભાઈ ખોડીદાસ પટેલ અને તેમના ધર્મ પત્ની ભાવનાબેન મનોજભાઈ પટેલ પરિવાર દ્વારા પોતાના માતૃશ્રી સ્વર્ગસ્થ રતનબેન ખોડીદાસ પટેલના સ્મરણાર્થે તેઓની પુણ્યતિથિ ના પાવન દિવસે શુક્રવારે શહેરના ફાટીપાળ દરવાજા નજીક આવેલ વિશ્વ વિભૂષિત દ્રારકા પીઢાધિશ્વર જગદગુરુ શંકરાચાર્યજી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી પ્રેરિત અને ૐ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવદયા ભવન ખાતે ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યની પ્રેરણા
થી ઈલેક્ટ્રીક વજન કાંટો તેમજ અબોલ જીવો માટે ચણ સહિત ગાય- કુતરા માટે કરાતી રોટલી-રોટલા ની સેવા માટે અનાજ નો જથ્થો અપૅણ કરી અનોખો સેવા યજ્ઞ કરી પોતાની સ્વગૅસ્થ માતા સહિત અબોલ જીવોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ભાવનાબેન મનોજભાઈ પટેલ પરિવારે પોતાના સ્વૅગસ્થ માતૃશ્રી રતનબેન ખોડીદાસ પટેલના સ્મરણાર્થે જીવદયા ભવન મા કરાયેલ આ અનોખી સેવા પ્રવૃતિ બદલ ૐ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી દિપકભાઈ મોદી અને અન્ય ટ્રસ્ટી ગણ સહિત જીવદયા પ્રેમીઓ
એ આભાર વ્યક્ત કરી તેઓની સેવાને બિરદાવી હતી.




