પાટણ સહિત ઉ.ગુ.ના ખેડૂતો ને રાસાયણિક ખાતર નો જથ્થો પૂરો પાડવા પાટણ ધારાસભ્ય નો કૃષિમંત્રી ને પત્ર…

પાટણ તા. ૨૩
પાટણ શહેર-જીલ્લા અને ઉત્તર ગુજરાતના ખેડૂતો
નો પાક બચાવવા પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર પૂરું પાડવા અંગે પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ ધારાસભ્ય દ્વારા લખેલ પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ શહેર- જીલ્લો અને ઉત્તર ગુજરાતમાં હાલ એરંડા, જુવાર, મગફળી, બાજરી, શાકભાજી જેવા પાકોનું વાવેતર મોટા પ્રમાણમા થયેલ છે, જેના માટે હાલ ખાતરની ખુબ જ જરૂરિયાત રહે છે. જો પૂરતા પ્રમાણમાં ખેતરમાં રાસાયણિક ખાતર નાખવામાં ના આવે તો પાકો ને પુરતો ફાયદો થાય નહિ અને ખેડૂતોની મહેનત અને પૈસા પાણીમાં જાય તેવી પરિસ્થિતિ થાય એમ છે. હાલ ઉત્તર ગુજરાત અને પાટણમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા સહીતના રાસાયણિક ખાતરો મળતા નથી જેથી ખેડૂતોને યુરિયા ડી.એ.પી કે એન.પી.કે તાત્કાલિક મળે એ માટે વ્યવસ્થા કરવા તેઓએ વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here