પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટના સહયોગથી રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ…

ત્રણ જિલ્લાની 10 શાળાઓમાંથી આવેલ 500 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો…

પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ, ગાંધીનગરના સહયોગથી તથા ઈસરો (ISRO)ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. જેમાં પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાની 10 શાળાઓમાંથી 500 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત કુલ 600 થી વધુ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

સ્પેસ એપ્લિકેશન સેન્ટર – ઈસરો ના વરિષ્ઠ વૈજ્ઞાનિકો શ્રી કંદર્પ પંડ્યા અને શ્રીમતી અર્ચના ભટ્ટ ભારતીય અવકાશ વિજ્ઞાનના ઇતિહાસ, વર્તમાન સિદ્ધિઓ અને ભવિષ્યના દિશા વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓ અવકાશ વિજ્ઞાન અને ઈસરો માં કેવી રીતે પોતાનું કરિયર બનાવી શકે તે અંગે પ્રેરણાદાયી માહિતી આપી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ડો. મધુબેન દેસાઈ, કેન્દ્રિય વિદ્યાલય પાટણના આચાર્ય શ્રી મહેન્દ્ર સિંહ અને ભારતીય માનક બ્યુરોના પ્રમોશન અધિકારી શ્રી સંદીપભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણી 12 ઑગસ્ટ 2025, ડૉ. વિક્રમ સારાભાઈની જન્મજયંતિથી લઈને 23 ઑગસ્ટ 2025, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ સુધી કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, ચિત્ર, એક્સટેમ્પોર, તેમજ રીલ-મેકિંગ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન વિષે પ્રેરણા મળે છે અને તેઓ નવીનતા સાથે રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી શકે છે. ઉપરાંત તેમણે ગુજકોસ્ટ ના સલાહકારશ્રી નરોત્તમ સાહુ અને ગુજકોસ્ટ પરિવારના દરેક સભ્યનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here