પાટણ સીટી એ ડીવીઝન પોલીસે સુર્યનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂ. ૧૦,૭૦૦ ની રોકડ સાથે ઝડપી પાડ્યા

પાટણ શહેરના સુર્યનગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા પાછળની ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને પાટણ સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના તથા પાટણ વિભાગના પરેશ રેણુકા અને પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોયેના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ સફળ રેડ કરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પરથી (૧) વિનોદ ઉર્ફે હાર્દિક લક્ષ્મણજી ઠાકોર (રહે. પાટણ સુર્યનગર પ્રાથમિક શાળા પાછળ, તા.જી. પાટણ), (૨) ભાવેશ ભીખાભાઇ ભીલ (રહે. પાટણ સુર્યનગર પ્રાથમિક શાળા સામે, તા.જી. પાટણ) અને (૩) અલ્પેશસિંહ બાબુભા સોલંકી (રહે. અઘાર માઢ પાર્ટી, તા. સરસ્વતી, જી. પાટણ) નામના ત્રણ ઈસમોને પકડી પાડ્યા છે. દરોડા દરમિયાન તેમની પાસેથી ૧૦,૭૦૦ રૂપિયાની રોકડ રકમ તેમજ ૫૨ ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પાટણ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઓપરેશનમાં અ.હે.કોન્સ. જિગ્નેશકુમાર દિનેશચંદ્ર અને અ.પો.કોન્સ. શૈલેષકુમાર શિવાભાઇએ બાતમી મેળવી હતી. તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોયે, એ.એસ.આઇ. અલુભા દોલુભા, અ.હે.કોન્સ. ભાસ્કરભાઇ અમ્રુતલાલ, આ.પો.કોન્સ. હેમરાજભાઇ અંબારામભાઇ, આ.પો.કોન્સ. દિવ્યાંગકુમાર ભરતભાઇ અને અ.પો.કોન્સ. રમેશભાઇ અમરાભાઇએ આ કામગીરી પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here