બનાસકાંઠા થી અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદ માટે અવરજવર માટે એડવાન્સ બુકિંગ તેમજ એક્સ્ટ્રા આયોજન કરી સંચાલન કરવા માટે તમામ ડેપો મેનેજર ને સૂચના આપેલ છે
બનાસકાંઠા જિલ્લામાં થી અમદાવાદ વડોદરા ગાંધીનગર આણંદ પરીક્ષા આપવા જતા વિધાથીર્ઓની સંખ્યા અમદાવાદ ૨૦૯૫૭ વડોદરા 8300 ગાંધીનગર ૨૫૦૦ આણંદ ૩૦૦૦ કુલ વિધાથીર્ઓની સંખ્યા ૩૪૭૫૭ જ્યારે પાટણ જિલ્લામાં થી અમદાવાદ ૭૯૭૨ અને ગાંધીનગર ૧૨૦૦ કુલ સંખ્યા ૯૧૭૨ LRD ની પરીક્ષા આપવા જશે
આગામી 15 ના જૂન લોકરક્ષક પરીક્ષા યોજાવાની છે બનાસકાંઠા પાટણ જિલ્લામાં રહેતા ઉમેદવારોના અમદાવાદ વડોદરા ગાંધીનગર આણંદ જિલ્લામાં પરીક્ષા સેન્ટર અપાયા છે ઉમેદવારોને અવરજવરમાં સરળતા રહે તે માટે પાલનપુર એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાશે જેનુ એડવાન્સ બુકિંગ શરૂ કરાયું છે
રાજ્યમાં આગામી 15 જૂન ને શનિવારે લોકરક્ષક કેડરની પરીક્ષા યોજાવાની છે પાલનપુર એસટી ડિવિઝન હેઠળ પાલનપુર અંબાજી સિદ્ધપુર રાધનપુર પાલનપુર ડીસા થરાદ દિયોદર અંબાજી ડેપોનો સમાવેશ થાય છે લોકરક્ષક પરીક્ષામાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિધાથીર્ઓનો અમદાવાદ વડોદરા ગાંધીનગર આણંદ મા પરીક્ષા કેન્દ્રો પર નંબર આપવામાં આવ્યા છે પરીક્ષા આપવા જતી વખતે ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે પાલનપુર એસટી ડિવિઝન દ્વારા ૧૪ જૂન વડોદરા અમદાવાદ આણંદ ગાંધીનગર અને ૧૫ જૂને 9.30 પરીક્ષા હોવાથી વહેલી સવારે અમદાવાદ ગાંધીનગર પરીક્ષા આપવા જતા વિધાથીર્ઓની અવરજવર માટે એડવાન્સ બુકિંગ શરૂ કરાયું છે અને જેના આધારે એક્સ્ટ્રા બસો રાખવામાં આવશે તેમ પાલનપુર એસટી વિભાગીય નિયામક કિરીટભાઇ ચોધરી એ જણાવ્યું છે
અહેવાલ. શૈલેષ નાયી. પાટણ



