પીએમ નરેન્દ્ર મોદીના પેટ્રોલ ડીઝલ બચાવવાના સંકલ્પને સમર્થન આપતા પાટણ જિલ્લા ભાજપના આગેવાનો…

પાટણ તા. 16
દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પેટ્રોલ ડીઝલની બચત કરવા કરેલ આહવાન
ને પાટણ જિલ્લાના ભાજપ આગેવાનોએ પણ સમર્થન આપતા પાટણ જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત જિલ્લાના પ્રબુધ્ધ નગરજનોને પણ પેટ્રોલ ડીઝલની બચત કરવા અને મહત્તમ વાહનોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
પાટણ લોકસભા વિસ્તારના લોકલાડીલા સાંસદ ભરતસિંહ ડાભી, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર કે.સી.પટેલ, પાટણ જિલ્લાભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે સહિતના ભાજપના આગેવાનોએ વડાપ્રધાનના પેટ્રોલ ડીઝલ બચાવોના સંકલ્પને સાકાર કરવા ગાડીઓનો મહત્તમ ઓછો ઉપયોગ કરવા અને કરાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હોવાનું પાટણ જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર જયેશભાઈ દરજીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here