બાલીસણા ના 13 વર્ષીય માસુમ બાળકની અન્ન
નળી માં ફસાયેલ સિક્કા ને સિફત પૂવૅક કાઢતા ધારપુર ના તબીબ…

પાટણ તા. ૨૫
ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જરૂરિયાત મંદ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે.ત્યારે ગતરોજ ધારપુર હોસ્પિટલ ના તબીબે બાલીસણા ના 13 વર્ષીય માસુમ બાળકની અન્નનળી માં ફસાયેલ સિક્કા ને સિફત પૂવૅક કાઢી નવજીવન બક્ષ્યું હોય પરિવારજનોએ ધારપુર ના તબીબ સહિત સમગ્ર સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.


પાટણ તાલુકાના બાલીસણા ગામ ના આતિફ આરીફભાઈ શેખ(ઉ. ૧૩ વર્ષ) ને ગતરાત્રે ગળામાં દુઃખાવો તેમજ ઊલટી જેવા લક્ષણો જણાતા પરિવાર જનો ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા જયા ફરજ પરના તબીબ દ્રારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મિત્રો સાથે રમતી વખતે આ માસુમ સિક્કો ગળી ગયા હોય ઇમરજન્સીમાં ડોક્ટર બાળક ને કાન, નાક અને ગળાના વિભાગ
માં દાખલ કરી સમગ્ર તપાસ, એકસ-રે અને રિપોર્ટ કરાવવામાં આવ્યા અને ધાતુનો સિક્કા જેવો પદાર્થ અન્નનળી ના ઉપરના ભાગમાં છે તેની ખરાઈ થતાં અને દર્દીની ગંભીર હાલતની નોંધ લઈ, કાન, નાક, ગળા વિભાગના વડા તથા ડીન ડો.હાર્દિકભાઈ શાહની સૂચના અને માર્ગદર્શન મુજબ ડૉ.નઝમાબેન સેલિયા,ડૉ.વંદિત શાહ, ડો.ધ્રુવરાજ પટેલ, ડૉ. પિયુષ પટેલ દ્વારા બાળકનું ઇમરજન્સી ઓપરેશન એનેસ્થેસિયા વિભાગના ડૉ.મહંમદ ચૌહાણ અને ડૉ.આશિષ ઘેડિયા ઉપરાંત નર્સિંગ સ્ટાફના સાથ સહકાર થી એન્ડો
સ્કોપની મદદથી ફસાયેલ સિક્કો(૨ રૂપિયાનો) બહાર કાઢીને બાળકની તકલીફ દૂર કરવામાં આવતા દર્દીના સગાઓએ ત્વરીત અને સક્ષમ કાર્યવાહી બદલ સંતોષ વ્યક્ત કરી વિભાગના વડા તેમજ હોસ્પિટલ પ્રશાસન નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here