બીઆઈપીએસ પાટણ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે “સ્વસ્થ મન, ઉજ્જવળ ભવિષ્ય” સેમિનાર* યોજાયો…

વિશ્વ માનસિક આરોગ્ય દિવસના અવસરે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ અને સમજણ ફેલાવવાના હેતુસર એક વિશેષ પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રતિષ્ઠિત ડૉ. વિપુલ શાહ તથા ડૉ. બિપિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, બંને વિખ્યાત નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે સહજ અને અસરકારક સંવાદ કરતાં સમજાવ્યું કે — “સ્વસ્થ મન જીવનની દરેક સફળતાનું મજબૂત આધારસ્તંભ છે।”
તેમણે માનસિક સંતુલન, આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારધારા, અને તણાવ નિવારણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી, સાથે જ રોજિંદા જીવનમાં માનસિક આરોગ્ય જાળવવા માટેના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યુ હતું કે BIPS હંમેશાં વિદ્યાર્થીઓના માનસિક, શારીરિક અને નૈતિક — ત્રણેય દિશામાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ અનુભવી લીધું કે “સ્વસ્થ મન એટલે સુખી જીવન, અને મજબૂત મન એટલે સફળતા તરફનું પ્રથમ પગલું.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here