ચાલુ સાલે ૧૪૩ મી રથયાત્રા માં પણ પ્રસાદ તૈયાર કરવાની જવાબ
દારી સ્વિકારતા વ્યાયામ મંડળ ના યોદ્ધાઓ..
પાટણ તા.૨૩
સમગ્ર ભારતમાં ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા પાટણ રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથ
જીના મંદિર પરિસર ખાતેથી વર્ષોની પરંપરા મુજબ નીકળતી હોય છે. ચાલુ વર્ષે ભગવાન જગન્નાથજી ની ૧૪૩ મી રથયાત્રાને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય એ જણાવ્યું હતું.
પાટણ માંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દશૅનાર્થે આવતાં લાખ્ખો ભક્તો માટે વિતરણ કરવામાં આવતા મગ, ચણા, કાકડી,જાંબુ સહિતના ૮૦૦ મણ થી વધુ નો પ્રસાદ તૈયાર કરવાની જવાબદારી છેલ્લા ૪૦ વર્ષથી વધુ સમયથી પાટણના શ્રી છબીલા હનુમાન વ્યાયામ મંડળના ૩૫૦ થી વધુ યોધ્ધાઓ સંભાળી રહ્યા છે.
ત્યારે ચાલું સાલે પણ શ્રી છબીલા હનુમાન વ્યાયામ મંડળના પ્રણવભાઈ રામી, ભરતભાઈ પટેલ,સંજય ભાઈ પટેલ વિગેરે સંનિષ્ઠ કાર્યકરો દ્વારા આભગીરથ કાર્ય સંપન્ન બને તે માટે કટિબદ્ધતા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન દર્શનાર્થે પધારેલા હજારો ભક્તોને વિતરણ કરવામાં આવનાર પ્રસાદ માટે ની તૈયારી સ્વિકાર હોવાનું પિયુષભાઈ આચાર્ય એ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




