ભારત વિકાસ પરિષદ તેના પાયાના પાંચ સૂત્રો સેવા, સંપર્ક, સહયોગ , સંસ્કાર, સમર્પણ પર આધારિત છે. સંસ્થા વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણની અવધારણા પર કાર્ય કરે છે. સંસ્થા દ્વારા સેવાની સાથે સંસ્કારના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે જે પૈકી તા.10/08/25, રવિવારના રોજ રંગ ભવન હોલ,પાટણ ખાતે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા હિન્દી અને સંસ્કૃત ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંં.
15 મી ઓગસ્ટની આજુબાજુમાં સમગ્ર ભારતમાં આ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. પાટણ શાખા દ્વારા આયોજિત આ સમૂહ ગાન સ્પર્ધામાં વિવિધ શાળાની 20 ટીમોએ ભાગ લીધો. પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિજેતા ટીમોને શિલ્ડ અને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય ટીમોને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ વર્ષે કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરની થીમ પર આધારિત રંગોળી કરવામાં આવી હતી. નિર્ણાયક તરીકે વિસનગરથી ઝરણાબેન પટેલ અને હરેશભાઈ પ્રજાપતિએ સેવાઓ આપી હતી. આ કાર્યક્રમ સમારંભના અધ્યક્ષ હેમ.ઉતર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. કે.સી પોરીયા સાહેબ હાજર રહ્યા હતાં. મહેમાન હિતેશભાઈ રાવલ, ડૉ. પ્રિયાંશીબેન પટેલ, અશોકભાઈ વ્યાસ અને દિલીપભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર સરસ્વતી શિશુ મંદિર, દ્વિતીય નંબર કે.કે.ગર્લ્સ હાઇસ્કુલ તૃતીય નંબર ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ રહી હતી. પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબર ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વિતીય નંબર સરસ્વતી શિશુ મંદિર અને તૃતીય નંબરે ટી.ડી. સ્માર્ટ વિદ્યાલય તેમજ સંસ્કૃત વિભાગમાં પ્રથમ નંબરે કે.કે ગર્લ્સ હાઇસ્કુલ અને દ્વિતીય નંબરે સરસ્વતી શિશુ મંદિર રહ્યા હતા. માધ્યમિક વિભાગમાં પ્રથમ આવેલ ટીમ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પાટણ શાખાનું પ્રતિનિધિત્વ કરશે. શાખાના પ્રમુખ પૂર્ણિમાબેન મોદીએ મહેમાનશ્રીઓને આવકાર્યા અને પાટણ શાખાની પ્રવૃત્તિઓનો પરિચય કરાવ્યો હતો. મહેમાન શ્રીઓએ આવા કાર્યક્રમો આજની યુવા પેઢી માટે અનિવાર્ય છે તેમ કહ્યું કાર્યક્રમને અભિનંદન પાઠવ્યા અને આવા કાર્યક્રમો અવિરત ચાલ્યા રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના સંયોજક મહેશભાઈ દલવાડી, સહ સંયોજક હર્ષદભાઈ વઢેર તેમજ સમગ્ર કારોબારી મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જે. વી પટેલ, મિત્તલબેન પટેલ અને નિમિષા જાનીએ કર્યું હતું. મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદ પાટણ શાખાના સભ્યોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનાં અંતે મંત્રી મમતાબેન ખમારે આભાર વિધિ કરી હતી.



