ચોરેલ મોબાઈલ નંગ.૫ કી.રૂ.૪૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયૅવાહી હાથ ધરી..
પાટણ તા.૨૭
હારીજ પોલીસે મોબાઈલ ચોરીના ગુનાને ઉકેલી ચોરીના મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ પોલીસ અધિક્ષક તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા રાધનપુરનાઓએ મીલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચનાઓ આધારે હારીજ પીઆઇ એન.એ.શાહ ના સીધા માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટાફના માણસો હારીજ પો.સ્ટે. વિસ્તારમા મીલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હકીકત મળેલ કે એક ઇસમ સરવાલહાઇવે ચોકડી ખાતે ચોરીના મોબાઇલો વેચાણ કરવા સારુ ફરે છે જે હકિકત આધારે ટીમે ધટના સ્થળે પહોંચી વાઘરી ગોવિંદભાઇ રણછોડભાઇ માધાભાઇ રહે.સરવાલ, વાઘરીવાસ રોડની બાજુમાં તા.હારીજ જી.પાટણવાળાને પકડી તેની પાસેથી આધાર પુરાવા બીલ વગરના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૫ કુલ કિ.રૂ.૪૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.



