રાણકપુર નર્મદા નહેર પાસે નીલગાયને તિક્ષણ હથિયારથી ઘાયલ કરી મોત નિપજાવ્યું

જીવદયા પ્રેમીઓમાં રોષ

ઓગડ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઇવે નં.૨૭ પર આવેલ રાણકપુર ગામે નર્મદા નહેર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સોએ રોઝ નીલ ગાયને તિક્ષણ હથિયારથી ઘાયલ કરી કરપીણ હત્યાં કરી હતી જેની જાણ વૃંદાવન ગૌ શાળા રણકપુરના ગૌ સેવકોને થતાં ઘટના સ્થળે એમ્બ્યુલન લઇ પહોંચતા નીલગાય રોઝ મૃત હાલતમાં જોવા મળી હતી, જેને વૃંદાવન ગૌ શાળા રાણકપુરના ગૌ સેવકો દ્વારા વિધિવત દફન કરી તેના આત્માને શાંતિ મળે તેવી ભગવાન પાસે પ્રાથના કરી હતી,
પંજારાપોળ ખાતે દાખલ કરી પગ કાપી ઓપરેશન કરાવીએ છીએ,
આ બાબતે જીવદયા પ્રેમીઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો પ્રાણી અત્યાચાર નિવારણ કાયદાનો કડક અમલ થાય અને આવા કસૂર વાર ને એક વાર સજા થાય તો આવા અધમ કૃત્યો કરતા નરાધમો પાપ કરતા અટકે,, જ્યાં સુધી આવા કામો કરતા પાપીઓને સજા નહી મળે ત્યાં સુધી આવા કૃત્યો કરતા રહેશે,માટે આવા તત્વો ને શોધી કડક સજા થાય.

યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here