અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુન્હામાં છેલ્લા લગભગ નવ મહિના થી નાસતો-ફરતો આરોપી સૈયદ જાકીરહુસેન ઉર્ફે બાબા ઉર્ફે પિન્ટુ લાલમીયાને મહેસાણા A ડિવિઝન પોલીસએ ઝડપી પાડ્યો છે.
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. આ સૂચના અનુસરીને પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ મહેસાણા A ડિવિઝન પોલીસે અસરકારક કામગીરી હાથ ધરી હતી.
સર્વેલન્સ સ્ટાફને ખાનગી સૂત્રો દ્વારા બાતમી મળેલ કે ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી હાલ મહેસાણા ટાઉન મામલતદાર કચેરી આગળ ઉભો છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી વર્ણનમાં મેળ ખાતા ઈસમને કોર્ડન કરીને પકડી પાડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સૈયદ જાકીરહુસેન ઉર્ફે બાબા ઉર્ફે પિન્ટુ લાલમીયા, રહેવાસી વટવા, અમદાવાદ હોવાનું જણાવ્યું હતું.
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુ.ર.નં. 11191008250176/2025 હેઠળ તે આરોપી વિરુદ્ધ બી.એન.એસ.-2023 ની કલમ 303(2), 54 સહિતની કલમોમાં ગુન્હો દાખલ છે. તપાસમાં સ્પષ્ટ થયું કે આરોપી સદરી કેસમાં મચકુર નાસતો ફરતો હતો. પોલીસે તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)(જે) મુજબ કાયદેસરની અટકાયત કરી, આગળની કાર્યવાહી માટે ચાંદખેડા પોલીસને જાણ કરી છે.
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના અ.હેડ.કોન્સ. જયદીપકુમાર પ્રભુદાસ, અ.પો.કો. દિનેશકુમાર વાઘજીભાઇ, પિયુષભાઇ ડાહ્યાભાઇ, સંકેતકુમાર દિનેશભાઇ, નિશાનકુમાર જીતેન્દ્રકુમાર, રોહીતકુમાર વિરમભાઈ, હાર્દિકકુમાર ભરતભાઈ, મનિષકુમાર બાબુભાઈ, અબ્દુલગફાર સૈયદઅલી અને દિલીપકુમાર ભવાનભાઈ વગેરે સ્ટાફના ટીમવર્કથી સચોટ કામગીરી કરી હતી.



