પાટણ
પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં મૃતકોને અંતિમ સંસ્કાર માટે નિઃશુલ્ક સબવાહિનીની સેવા પૂરી પાડતી ઓસિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સબવાહિની પર પટોળાવાળની શેરીના પાછળના ભાગે આવેલ કોટેશ્વર મહાદેવની બાજુમાં ઉભી હતી તે દરમ્યાન કેટલાક લુખ્ખા-અસામાજિક તત્વો દ્વારા સવાહિની ની તોડફોડ કરી મોટુ નુકશાન પહોંચાડ્યું હોવાની ઘટના શહેરીજનોમાં ટીકાપાત્ર બની છે.
પાટણના પટોળાવાળા શેરી વિસ્તારના બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકો તેમજ બુદ્ધિજીવી શહેરીજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે તેમજ પોલીસ પ્રશાસન આ મામલે સત્વેર કડક પગલા ભરી લુખ્ખા તત્વોને કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ ઉઠવા પામી છે.
આ વિસ્તારમાં કેટલાક લૂખા તત્વો ધ્વારા સરકારી મિલકતો પર ગેરકાયદે દબાણો કરીને કબજો જમાવ્યો હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે ત્યારે પાટણ શહેરના અઠારેય નિઃશુલ્ક સબવાહિનીની સેવા પૂરી પાડતી ઓસિયા ફાઉન્ડેશન ટ્રસ્ટની સંવાહિનીને શહેરના રાણકીવાવ રોડ પર પટોળાવાળાની શેરીના પાછળના ભાગે કોટેશ્વર મહાદેવ નજીક કેટલાક લુખ્ખા-અસામાજિક તત્વો દ્વારા ગાડીમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું છે. આ ઘટના અત્યંત દુઃખદ અને શરમજનક છે. માનવ સેવા સાથે જોડાયેલી સંસ્થાઓ પર હુમલાઓ થવા એ સાબિત કરે છે કે આવા લુખ્ખા તત્વો કાયદાના ભય વગર બેફામ બની ગયા છે. ઉપરોક્ત સ્થળે અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધી જવા પામ્યું છે. માનવતાના કાર્યોમાં ઉપયોગમાં લેવાની સબવાહિનીને નિશાન બનાવીને તોડફોડ કરવી તે આવા તત્વોની માનસિકતા અને સંસ્કારોના સ્પષ્ટ દર્શન કરાવે છે. આજ વિસ્તારમાં અગાઉ રાત્રીના સમયે દીકરીઓની છેડતી કરતી વખતે લુખ્ખા તત્વો ઝડપાયા હોવાના બનાવો પણ બની ચૂક્યા છે જે મહિલાઓની સુરક્ષા સામે પણ મોટો સવાલ ઉભો કરે છે. ખુલ્લેઆમ દારૂનું સેવન કરવું અને વિસ્તારમાં બેફામ ગાળાિી કરવી એ અહીંના રહીશો માટે રોજબરોજની સમસ્યા બની જવા પામી છે.
ચર્ચતી વાતો મુજબ કેટલાક શખ્સો દ્વારા સરકારી મિલકતો પર ગેરકાયદે દબાણો કરીને કબજો જમાવવામાં આવ્યો છે જેના કારણે આવા તત્વોના હોંસલા બુલંદ થયા છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ પ્રશાસન આ મામલે સત્વેર કડક પગલા ભરી આવા લુખ્ખા તત્વોને કાયદાનો પાઠ ભણાવશે કે પછી સેવાકીય કામકાજ કરતી સંસ્થાઓને પણ ભયના માહોલમાં કામ કરવાની ફરજ પડશે?




