વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી મામલે ભાજપ મહિલા મોરચો ખફા…

જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી ની માંગ કરી…

પાટણ તા.૧૩
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી ને ભાજપ મહિલા મોરચાની બહેનોએ શખત શબ્દોમાં વખોડી પ્રદેશ મહિલા મોરચાની સૂચના તેમજ પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ સિંધવ ના માર્ગદર્શન મુજબ શનિવારે પાટણ જિલ્લા મહિલા મોરચા ની બહેનો દ્વારા જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખ સુષ્મા
બેન રાવલ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં તેઓએ તાજેતરમાં બિહાર પ્રદેશ માં વૈશ્વિક નેતા એવા દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના દિવંગત માતૃશ્રી વિશે અભદ્ર શબ્દો નું ઉચ્ચારણ ઇન્ડિયા ગઠ બંધન ના મંચ પરથી ઉચ્ચારવામાં આવ્યા નો ઉલ્લેખ કરી આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી પાટણ જિલ્લાની મહિલાઓની લાગણી દુભાઈ છે. જેથી આ અંગે કઠોર કાર્યવાહી થાય તેવી માગણી સાથે કલેક્ટર ને પાટણ જિલ્લા મહિલા મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત ના પ્રમુખ હેતલબેન ઠાકોર,ગુજરાત પ્રદેશ મંત્રી કુ.જયશ્રીબેન દેસાઈ ,જિલ્લા ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબેન ઠાકર, પ્રદેશ મ.મો.ના આમંત્રિત સભ્ય ગીતાબેન સોલંકી,પૂર્વ જિ. પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણા,પાટણ શહેર મ.મો.ના મહામંત્રી માનસીબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here