આગામી તા.તારીખ 11 માચૅ ના રોજ ગુજરાત નાં પ્રવાસે આવી રહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોથી ગુજરાતનાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ને અંવગત કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા વર્ચ્યુઅલ બેઠક દ્વારા માહિતી આપી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા આયોજિત આ વર્ચ્યુઅલ બેઠકમા પાટણ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોર,જીલ્લા પ્રભારી ગોવિંદભાઇ પટેલ, જીલ્લા મહામંત્રી રમેશભાઈ સિંધવ અને પાટણ જિલ્લાના 14 મંડળના પ્રમુખ અને મંત્રીઓ હાજર રહ્યા હતા.
અને આગામી દિવસોમાં ગુજરાત નાં પ્રવાસે આવી રહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં વિવિધ કાર્યક્રમો થી અવગત થયાં હતાં….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.




