વાગડોદ પી.આઈ. પી.એમ.બોડાણાની પ્રશંસનીય કામગીરી આવી સામે…
પાટણ શહેર સહિત જીલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અપહરણના બનાવો વઘવા પામ્યા છે ત્યારે પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી, પાટણ તેમજ ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા સિધ્ધપુરના સીધા માર્ગદર્શન હેઠળ ગુમ તેમજ અપહરણ થયેલ મહીલા તેમજ બાળકોને શોધી કાઢવા માટે આપેલ સુચના મુજબ પાટણ-સરસ્વતી તાલુકના વાગડોદ પોલીસ સ્ટેશન પી.આઈ. પી.એમ.બોડાણા તપાસમાં હતા તે દરમ્યાન કાકોશી પોલીસ સ્ટેશન ગુના ૨જીસ્ટર્ડ નંબર.૪૫૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૧૩૭(૨) મુજબનો ગુનો રજીસ્ટર્ડ થયો હતો. જેની તપાસ કરતા આ ગુનાનો ભોગ બનનાર સગીરવયની બાળાનું તા.૦૩/૦૯/૨૦૨૫ના રોજ રાજપૂત અભિજીતસિંહ રામુજી મુળ રહે
રહેઠાણ કલાણા તાલુકો સિધ્ધપુર હાલ રહેઠાણ સુજાણપુર તાલુકો સિધ્ધપુરવાળાએ અપહરણ કર્યુ હતુ જે સંદર્ભે ખાનગી રાહે મળેલ બાતમી આધારે ટેકનીકલ સોર્સથી માહિતી મેળવી પોલીસ સ્ટાફ સાથે ધુરી જીલ્લો સંગરૂર(પંજાબ) ખાતે જઇ અલગ-અલગ જગ્યાએ તપાસ તજવીજ કરતાં ભોગ બનનાર સગીરવયની બાળાને શોધી તથા આરોપી રાજપૂત અભિજીતસિંહ રામુજીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
ઉપરોક્ત અપહરણના ગુના સંદર્ભે પાલીસ અધિકારી, કર્મચારીઓ, પી.એમ.બોડાણા પી.આઈ.વાગડોદ, પરેશભાઈ રામાભાઈ, બાબુભાઈ કલ્યાણભાઈ, ગાયત્રીબેન ગણપતભાઈ, હજાનજી ભેમાજી સહિતનાઓએ કામગીરી કરી સમગ્ર ઘટનાક્રમને પાર પાડ્યો હતો.



