વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં વૃક્ષારોપણ કરાયું…

વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરાયા…

પાટણ તા. ૫
તા. ૫ જુનને ગુરૂવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ શહેરના પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં સમાજના આગેવાનો, મંદિર ના ટ્રસ્ટીગણ તેમજ અન્ય સેવકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સૌએ સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સમાજના આગેવાનશાંતિભાઈ સ્વામી,કમલેશભાઈ સ્વામી,યશપાલ સ્વામી,મણીભાઈ સ્વામી, વિજયભાઈ સ્વામી, રાજેશભાઈ ઉર્ફે ખન્નાભાઈ સ્વામી,મહેશભાઈ સ્વામી,મનુભાઈ સ્વામી, અરજણભાઈ સહિતના સેવકો સહભાગી બન્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here