શંખેશ્વર ખાતે પી.એમ પોષણ અંતર્ગત શાળાઓમાં બાળકોને સુરક્ષિત અને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સંચાલકોની તાલીમ યોજાઈ…

પાટણ તા. ૨૦
મ.ભો.યો.ના લાભાર્થી બાળકોને સુરક્ષિત અને પોષણયુક્ત ભોજન મળી રહે તેમજ ખોરાકનુ નિયમન કરતા સંચાલક ભાઈઓ-બહેનોમાં સલામત અને ફોર્ટિફાઇડ ખોરાક અંગે જાગૃતિ વધે, તે હેતુસર જિલ્લા પીએમ પોષણ યોજનાની કચેરી પાટણ,ખોરાક અનેઔષધ નિયમન તંત્ર પાટણ,જિ.પુ
.નિગમ પાટણના સંયુક્ત ઉપક્રમે શંખેશ્વર ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ફોર્ટિફાઇડ ખોરાકનું મહત્વ તથા તેના ચકાસણી માટે વિપુલ ઠાકર (સ્ટેટ કો-ઓર્ડિનેટર, પી.એમ પોષણ) દ્વારા ફોર્ટિફાઇડ ખાદ્ય પદાર્થો – જેમ કે ડબલ ફોર્ટિફાઇડ મીઠું, ફોર્ટિફાઇડ તેલ, ફોર્ટિફાઇડ ચોખા એવાં જથ્થાનો ઉપયોગ કુપો
ષણ અટકાવવા કેટલો જરૂરી છે તેની સમજ અપાઈ તેમજ ફોર્ટિફાઇડ ફૂડ ઓળખવાની અને પરીક્ષણ કરવાની રીતનું પ્રદર્શન પણ કરવામાં આવ્યુ હતું. તેમજ વ્યક્તિગત સ્વચ્છતા અને કાર્યસ્થળની સફાઈ અંગે માર્ગદર્શન, ખોરાક તૈયાર કરતી વખતે જરૂરી સાવચેતી (કિચન કમ-સ્ટોર તથા વાસણનીફૂડ સફાઈ વગેરે),ખોરાકને અસલામત બનાવતા જોખમો અંગે માહિતી કરણ, બાળકોને હાથ ધોવાની તથા સ્વચ્છતાની અમલવારી અંગે સમજૂતી, ખોરાક રાંધતા સમયે તથા પિરસવાના સમયે અપનાવવાના સુરક્ષા પગલાં સહિતના મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ તાલીમમાં જિલ્લા પુરવઠા અધિકારી પાટણ, ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ, જિલ્લા પુરવઠા મામલતદાર, પાટણ એમ.ડી.એમ ટીમ શંખેશ્વર, ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ શંખેશ્વર અને મ.ભો.યો. કેન્દ્રોના તમામ સંચાલકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here