પાટણ તા. 18
પાટણ એલસીબી પોલીસે શહેરના યશ ધામ ફ્લેટમાં દરોડો પાડીને તીન પત્તી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ એલસીબી પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે બાતમીના આધારે શહેરન યશ ધામ ફ્લેટના બ્લોક એ-11માં રહેતા નિલેશભાઈ ત્રિવેદીના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં નિલેશભાઈ સહિત રાજેશભાઈ દવે,કિરણભાઈ દવે, કરણકુમાર દરજી, હર્ષ રાજગોર અને અમિત દરજીને જુગાર રમતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે ધટના સ્થળે થી રોકડ રૂ. 20,300, રૂ. 17,000ના 4 મોબાઈલ ફોન, રૂ. 30,000ની કિમંત ના 3 મોટરસાઈકલ મળી કુલ રૂ. 67,300 નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.



