શ્રી ખોડલધામ કાગવડ ના પ્રણેતા નરેશભાઈ પટેલના ૬૦ માં જન્મ દિવસની ઉજવણીને યાદગાર બનાવાઈ…

પાટણ તા. ૧૧
શ્રી ખોડલધામ કાગવડ ના પ્રણેતા નરેશભાઈ પટેલ ના ૬૦ માં જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ પાટણ જિલ્લા ટીમ દ્વારા શુક્રવારે પાટણની બહેરા- મુંગા શાળામાં અભ્યાસ કરતાં મૂક બધિર બાળકો ને બેડ શીટ નું વિતરણ અને મિષ્ટ અલ્પાહાર જમાડવાનો સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લા ખોડધામ ટીમ દ્વારા કાગવડ ખોડલધામ ના પ્રણેતા નરેશભાઈ પટેલ ના ૬૦ મા જન્મદિન ની ઉજવણી અંતગૅત આયોજિત આ સેવાકીય કાર્યક્રમમા પાટણ જિલ્લા ખોડલ
ધામ ના કન્વીનર દૈવત ભાઈ પટેલ,પાટણ શહેર કન્વીનર પિંક્લ પટેલ
સહિત સમિતિના સભ્યો, પાટણ પાલિકાના નગર સેવકો સહિત સમાજના આગેવાનો,સેવાભાવી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાગવડ ખોડલધામ ના પ્રણેતા નરેશભાઈ પટેલ ના જન્મ દિન પ્રસંગે પાટણ સહિત સમગ્ર ગુજરાત માં ૮૦ જગ્યાએ મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થાઓ માં સંસ્થા ની જરૂરિયાત મુજબ ની વસ્તુ ખોડલધામ ની વિવિધ જિલ્લાની સમિતિઓ દ્રારા આપી નરેશભાઈ પટેલ ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
પાટણ બહેરા મૂંગા ની શાળાના બાળકો ને બેડ શીટ નું વિતરણ અને મિષ્ટ અલ્પાહાર જમાડવાના શ્રી ખોડલધામ પાટણ જિલ્લા સમિતિ ના કાયૅ ની શાળાના સંચાલકો સહિત સમગ્ર સ્ટાફ પરિવારે સરાહના કરી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.




