શ્રી જૈન મિત્ર મંડળ સંઘ પાલનપુર નગરે શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ દાદા ની છત્રછાયામાં ઉજવાયો ભવ્ય પ્રસંગ

પરમ પૂજ્યશ્રી હીર સૂરીશ્વરજી મસાની સ્વર્ગારોહણ તિથિની ભવ્ય ઉજવણી

શ્રી અષ્ટ પ્રકારી પૂજા સાથે 429 પુણ્યતિથિ ઉજવણી યાદગાર બની

પાલનપુર તીર્થથી શ્રી ભીલડીયાજી તીર્થના પાંચ દિવસીય છરી પાલિત સંઘ યોજાશે

દિયોદર

અકબર પ્રતિબોધક જગદગુરુ પરમ પૂજ્ય હીર સુરીશ્વરજી મસાની 429 મી સ્વર્ગારોહણ તિથિની ભવ્ય ઉજવણી પાલનપુર નગરે શ્રી જૈન મિત્ર મંડળ સંઘ ના આયોજન હેઠળ શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ દાદા ની છત્ર છાયામાં આજરોજ ખૂબ જ ભવ્ય રીતે અષ્ટપ્રકારી પૂજા સાથે ઉજવવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૈન સાધર્મિક ભાઈઓ બહેનોએ શ્રદ્ધાપૂર્વક રંગે રંગે ઉમટી પડી ગુરુદેવના દર્શન અને પૂજન નો લાભ લીધો હતો.

આ પ્રસંગે ડહેલાવાળા સમુદાયના નિર્મળ પુણ્ય નિધાન આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્ર સૂરીશ્વરજી મસાના શિષ્યરત્ન પન્યાસ પ્રવર શ્રી રાજદર્શન વિજયજી પૂજ્ય મુની શ્રી દાનર્ષિ વિજયજી, પૂજ્ય મુનીશ્રી કલ્પદ્રુમ વિજયજી, પૂજ્ય મુનીશ્રી ઉત્સવ વિજયજી આદિ ઠાણા તેમજ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ગુણદક્ષાશ્રીજી મસાના શિષ્ય પૂજ્ય સાધ્વીજી શ્રી યુગાદીરત્ના શ્રીજી મસા આદિ સાધુ સાધ્વીજી ભગવંતોના સાનિધ્યમાં પાલનપુર જૈન મિત્ર મંડળ સંઘમાં ભવ્યાતીભવ્ય રીતે પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી દક્ષિણ કેસરી પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી સ્થૂળભદ્ર સુરીશ્વરજી મસાના શિષ્ય રત્ન તપસ્વી સમ્રાટ પ્રવચન પ્રભાવક શ્રી જીરાવાલા પાર્શ્વ લબ્ધીધામ 57 જિનાલય મોડાસા તીર્થ પ્રેરક, 212 મી ઓળીના આરાધક પ્રવર્તક પ્રવર પરમ પૂજ્ય શ્રી કલાપૂર્ણ વિજયજી મસા તથા 48 મી ઓળીના આરાધક મુનિરાજ પરમ પૂજ્ય શ્રી મેઘચંદ્ર વિજયજી, પરમ પૂજ્ય 21મી ઓળીના આરાધક યુવા મુનિરાજ શ્રી ઓમકાર વિજયજી મસા પણ પધાર્યા હતા અને પૂજ્યશ્રીના ગુણાનુવાદ કર્યા હતા.

આ પ્રસંગને સફળ બનાવવા માટે જૈન સંઘના ટ્રસ્ટીઓ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસંગમાં પધારેલા સર્વે સાધર્મિક ભાઈઓ બહેનો બાળકો અને બહારથી આવેલા સૌને સંઘ સ્વામી વાત્સલ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર તીર્થથી શ્રી ભીલડીયાજી તીર્થના પાંચ દિવસીય છરી પાલિત સંઘની ઉદઘોષણા કરવામાં આવી હતી જેને શ્રી સંઘના ઉત્સાહી ભાઈઓ બહેનો એ વધાવી લીધી હતી. ટૂંક સમયમાં છરી પાલિત સંઘનું મુહૂર્ત લેવા માટે ટ્રસ્ટી મંડળના સભ્યો કુવાળા નગરે બિરાજમાન આચાર્ય દેવ શ્રી રત્નચંદ્ર સુરીશ્વરજી મસા પાસે જશે. અત્રે પર્યુષણ પર્વની આરાધના ખૂબ જ ધામધૂમથી ભક્તિભાવ પૂર્વક થઈ હતી. પૂર્ણાહુતિ પ્રસંગે ભવ્ય રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here