શ્રી બી ડી સાર્વજનિક વિધાલય, પાટણનું એચ એસ સી નું શ્રેષ્ઠ ઝળહળતુ પરિણામ આવ્યું

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય, પાટણ દ્વારા એચ.એસ.સી. પરીક્ષામાં આ વર્ષ 2026 ઉત્તમ અને ગૌરવપૂર્ણ પરિણામ નોંધાયું છે.એચ.એસ.સી. સામાન્ય પ્રવાહમાં બોર્ડનું કુલ પરિણામ 92.71% અને પાટણ જિલ્લાનું પરિણામ 94.77% રહ્યું છે, જ્યારે શાળાએ ઉત્તમ પ્રદર્શન સાથે 99.09% પરિણામ પ્રાપ્ત કર્યું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે શાળાના કોમર્સ વિભાગનું પરિણામ 100% અને આર્ટ્સ વિભાગનું પરિણામ 99.09% નોંધાયું છે.
કોમર્સ વિભાગમાં પટેલ ફેરીએ 643 ગુણ સાથે 99.18 PR (A-1), મોદી દ્રુવલે 638 ગુણ સાથે 99.92 PR (A-1), સથવારા નિશાએ 634 ગુણ સાથે 98.67 PR (A-1), પટેલ કર્મએ 629 ગુણ સાથે 98.33 PR (A-2), મોદી વ્રજે 626 ગુણ સાથે 98.11 PR (A-2), લીમ્બાચીયા વદેશે 618 ગુણ સાથે 97.72 PR (A-2) અને વાલાણી વૈરાગે 610 ગુણ સાથે 96.72 PR (A-2) મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
આર્ટ્સ વિભાગમાં ભીલ સુહાસીએ 642 ગુણ સાથે 99.13 PR (A-1), પ્રજાપતિ સાક્ષીએ 636 ગુણ સાથે 98.80 PR (A-1), પઠાણ રિયાએ 597 ગુણ સાથે 95.31 PR (A-2), દેસાઈ અવનીએ 577 ગુણ સાથે 92.72 PR (A-2), વાણીયા મિતીક્ષાએ 575 ગુણ સાથે 92.43 PR (A-2) અને રબારી રિતિકાએ 562 ગુણ સાથે 91.43 PR (A-2) મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 84.93%, પાટણ જિલ્લાનું પરિણામ 84.43% અને શાળાનું પરિણામ 80% નોંધાયું છે. તેમાં પટેલ પ્રેયુ પ્રકાશકુમારે 604 ગુણ સાથે 99.69 PR (A-1) મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે. અન્ય વિદ્યાર્થીઓમાં જોશી મિતે 550 ગુણ (88.90 PR A-2), ઝાલા હર્ષવર્ધને 541 ગુણ (85.96 PR B-1), દેસાઈ સમીરે 524 ગુણ (89.30 PR B-1), સાધુ ભવ્યએ 497 ગુણ (71.83 PR B-2) અને દેસાઈ નીલે 480 ગુણ (77.46 PR B-2) મેળવી ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે.
આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના સંચાલક મંડળ અને પ્રિન્સિપાલશ્રીએ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન દ્રારા આ સફળતા માટે તમામનો અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ શ્રેષ્ઠ પરિણામ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here