શ્રી રામ રહીમ પુરક શિક્ષણના વર્ગા નું ધોરણ 12 નું 100 ટકા પરિણામ

પાટણના શ્રી રામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત શ્રી રામ રહીમ પુરક શિક્ષણના વર્ગોનું ચાલુ સાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બહાર પડતાં આ વર્ગોના 100 એ 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે
શ્રીરામ રહીમ પુરક શિક્ષણના વર્ગો છેલ્લા 18 વર્ષથી ચલાવવામાં આવે છે, જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે બિલકુલ ફ્રી પૂરક શિક્ષણના વર્ગો ચલાવવામાં આવે છે. જેમાં ગરીબ મધ્ય વર્ગ નાવિદ્યાર્થીઓને બારે મહિના જરૂરી સાહિત વિગેરે આપી નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણ ફ્રી આપવામાં આવે છે તેનો વિદ્યાર્થીનીઓ વિશેષ લાભ લે છે આ વર્ષ અભ્યાસ કરતી બધી જ વિદ્યાર્થીનીઓ પાસ થઈ સો ટકા લાવી છે. જેમાં ઘણી વિદ્યાર્થીની ઓ પ્રથમ વર્ગમાં ખૂબ સારા માર્ક સાથે પાસ થઈ સંસ્થા નું ગૌરવ વધારે છે આ પુરક શિક્ષણના વર્ગો ના ચેરમેન તરીકે હર્ષદભાઈ ખમાર છેલ્લા 18 વર્ષ થી સેવા આપી રહા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here