શ્રી સમેળા માતા મંદિર પરિસર ખાતે કાશ્મીર હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે કાર્યક્રમ યોજાયો..

રાજકીય – સામાજિક આગેવાનો એ મંદિર ખાતે વિશેષ આરતી ઉતારી બે મિનિટ ના મૌન સાથે પુષ્પાંજલિ સાદર કરી.

પાટણ તા.28
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં નવનિર્મિત સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતા મંદિર ખાતે રવિવારે જમ્મુ – કાશ્મીરમાં આતંકવાદી હુમલા દરમિયાન મોતને ભેટેલા નિર્દોષ સનાતની હિન્દુઓના આત્માની શાંતિ અર્થે વિશેષ આરતી સાથે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ગુજરાત ના સંયોજક શ્રીયુત કે.સી.પટેલ, પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ તેમજ આરએસએસ ના સંઘ પ્રચારક સહિત અનેકવિધ રાષ્ટ્રીય કાર્યમા પોતાનું જીવન સમર્પિત કરનાર પાટણ પ્રજાપતિ સમાજના ગૌરવ સમા શ્રી યુત પ્રવિણભાઇ ઓતીયા સહિત સમાજ આગેવાનો સાથે દશૅનાર્થીઓની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
શ્રી સમેળા માતાના મંદિર પરિસર ખાતે આયોજિત આ કાર્યક્રમ પૂર્વે ઉપસ્થિત સૌ રાજકીય અને સામાજિક મહાનુભાવો એ શ્રી પદ્મનાભજી ભગવાન ના દશૅન -પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ
શ્રી સમેળા માતા મંદિર ખાતે આયોજિત આરતી નો સૌએ લ્હાવો લઈ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓમાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળી પુષ્પાંજલિ સાદર કરવામાં આવી હતી.
શ્રી પદ્મનાભ ભગવાનની વાડીમા આવેલા શ્રી સમેળા માતાના મંદિરે આયોજિત આ કાર્યક્રમમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સ્વામી પરિવારના શાંતિ ભાઈ સ્વામી કમલેશભાઈ સ્વામી, યશપાલ સ્વામી મણીભાઈ સ્વામી, મહેશ સ્વામી, વિજય સ્વામી, રાજેશ સ્વામી ઉર્ફે ખન્ના સહિત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here