સરસ્વતીના દેલિયાથર નજીક બનાસ નદીના પટમાં ચાલતી ખનન નીગેરકાયદેસર પ્રવૃત્તિ નો ખનીજ વિભાગે પર્દાફાશ કર્યો..

15 ડમ્પર મશીનો અન 1 હિટાચી મશીન સહિત અંદાજિત રૂ.6 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો…

પોલીસ ને સાથે રાખીને ખનીજ વિભાગે 15 ડમ્પર મશીનો અન 1 હિટાચી મશીન સહિત અંદાજિત રૂ.6 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો.. કાર્યવાહી ના પગલે ભૂમાફિયાઓ માં ફફડાટ..

પાટણ તા.૧૮
પાટણ પંથકમાં ગેરકાયદેસર રીતે ભૂમાફિયાઓ દ્રારા રેતીનું ખનન કરાતું હોવાની બુમરાણ વચ્ચે ગતરાત્રે ખનીજ વિભાગે પોલીસને સાથે રાખી ને ચોક્કસ બાતમીના આધારે બનાસ નદીના પટમાં ઓચિંતી છાપો મારી નદીના પટમાં ચાલતાં ગેરકાયદેસર ની ખનન પ્રવૃતિનો પર્દાફાશ કરી 15 ડમ્પરો અને એક હિટાચી મશીન મળી અંદાજિત રૂ. 6 કરોડથી વધુ નો મુદ્દા માલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની કચેરી દ્વારા અવાર નવાર પાટણ પંથકમાં ગેરકાયદેસર રીતે ભૂમાફિયાઓ દ્રારા ચાલતાં રેતી ખનન મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે છતાં ભૂમાફિયાઓ દ્રારા રેતીનું ખનન ચાલું રખાતું હોવાની બુમરાણ વચ્ચે ગતરાત્રે ખનન વિભાગે પોલીસ ને સાથે રાખી ને ચોક્કસ બાતમીના આધારે સરસ્વતી તાલુકાના દેલિયાથર ગામ પાસે ની બનાસ નદીના પટમાં ઓચિંતી રેડ કરી ભૂમાફિયાઓ દ્રારા ચાલતાં ગેરકાયદેસર ની રેતી ખનન નો પર્દાફાશ કરી 15 ડમ્પરો અને 1 હિટાચી મશીન મળી અંદાજિત રૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસને સાથે રાખી ખનન વિભાગે ગેરકાયદેસર ચાલતાં ખનન પ્રવૃતિનો પર્દાફાશ કરી હાથ ધરેલી કાર્યવાહી ને પગલે ભૂમાફિયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here