સરસ્વતી નદીમાં નવા નીરથી પાટણવાસીઓ ખુશખુશાલ..

સરસ્વતી નદીમાં આવેલ નીરના ભાજપ દ્વારા વધામણા કરાયા…

પાટણ તા. ૨૮
સિદ્ધપુર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ ના કારણે પાટણની સરસ્વતી નદીમાં નવા નીર આવતાં પાટણવાસીઓમાં આનંદ છવાયો છે.


સિદ્ધપુરના કાલેડા ગામમાંથી પસાર થતી ખારો વહો નદીમાં પણ નવા નીર આવ્યા છે. ખડિયાસણ ગામની જાહેર જનતાને નદી તરફ ન જવા સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદ વધારે હોવાને કારણે પાણીનો પ્રવાહ વધી શકે છે.ખડિયાસણ ગામ પંચાયત દ્વારા લોકોને નદી જોવા કે અવર-જવર ન કરવા અને સાધન પણ લઈને ન જવા જણાવવામાં આવ્યું છે.
સિદ્ધપુર મામલતદારે સિધ્ધપુર તાલુકામાં થયેલ ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાનું જણાવ્યું હતું.
તાવડીયા-વાઘણા રોડ પર નવીન બનાવેલ સ્લેબ ડ્રેઈન પાસે અને મેત્રાણા કાકોશી-મેથાણ-મુડવાડા-ધુમ્મડ રોડ પર મુડવાડા ગામ પાસે આવેલ ડીપમાં અંદાજે 1.50 ફુટ જેટલું પાણી રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે.ટ્રાફિકની અવર-જવર શક્ય ન હોવાથી અને દુર્ઘટના ટાળવા માટે આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સિધ્ધપુર તાલુકામાં નદી, નાળા, તળાવો અને ડીપ વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધારે વેગથી વહી રહ્યો છે.સલામતીના ભાગરૂપે સિધ્ધપુરથી ખંડીયાસણ,તાવડીયાથી વાઘણા, પચકવાડાથી મેસર, સુજાણપુરથી સેદ્રાણા, સેદ્રાણાથી ડુંગરીયાશણ, મુડવાડા ડીપ, રસુલ તળાવ/પેપલ્લા તળાવ વિસ્તાર અને દશાવાડાથી ધનાવાડા સુધીના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકોને આ વિસ્તારોમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
પાટણ સરસ્વતી નદીમાં નવા નીર આવતાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ સરસ્વતી ડેમ ખાતે નીરના વધામણા કયૉ હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here