સરસ્વતી પોલીસે પાટણમાં રાણીની વાવ પાસેથી ચોરાયેલ એક્ટિવા સાથે ગોલીવાડાનો શખ્સને ઝડપી પડ્યો…

પાટણ:
બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ તથા પાટણના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી તેમજ વાહન ચોરીના બનાવો અટકાવવા અને બનેલા ગુનાઓ શોધી કાઢવા આપેલી સૂચના મુજબ સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યા તેમજ સરસ્વતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ સરસ્વતી પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે ગોલીવાડા ગામનો મુકેશજી વિનાજી શિવુજી ગોહીલ (ઉં.વ. ૧૯, રહે. ઘંટીની બાજુમાં, સુરાણી વાસ, ગોલીવાડા, તા. સરસ્વતી, જિ. પાટણ) એક હોન્ડા કંપનીનું એક્ટિવા લઈને ગોલીવાડા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાંથી શંકાસ્પદ હાલતમાં ગામ તરફ આવી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી ગોલીવાડા ગામેથી તેને ઝડપી લીધો હતો. પોલીસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા રૂ. ૨૫,૦૦૦ની કિંમતના ગ્રે કલરના હોન્ડા એક્ટિવાને બી.એન.એસ.એસ.ની કલમ-૧૦૬ મુજબ કબજે કરી, આરોપી મુકેશજી ગોહીલની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)જે હેઠળ બપોરે ૧૪:૩૦ વાગ્યે અટકાયત કરી હતી. ઝડપાયેલા શખ્સની પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ કરતાં તેણે ગત તારીખ ૦૩/૧૦/૨૦૨૬ના રોજ પાટણ ખાતે આવેલા સહસ્ત્રલિંગ તળાવ – રાણીની વાવ પાસેથી આ એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આ સાથે પાટણ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટ ચોરીનો ગુનો (ગુ.ર.નં. ૧૧૨૧૭૦૧૯૨૬૦૭૦૩/૨૦૨૬, બી.એન.એસ. કલમ-૩૦૩(૨)) ઉકેલાઈ ગયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ અર્થે તેને પાટણ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ચૌધરી સાથે અ
હેડ કોન્સ્ટેબલ યશકરણ અમરસિંહ, અ. હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ શંકરભાઈ, અ. પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ દોલતસિંહ, અ. પોલીસ કોન્સ્ટેબલ મધુજી વર્ધીજી તથા આ. પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ જોરાભાઈ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here